હિંગળાજ માતાજી નો ઇતિહાસ (history of HINGLAJ MATAJI )

                                                            હિંગળાજ માતાજી  


હિંગળાજ માતાજી -પાકિસ્તાન 






👉   આ મંદિર ક્યાં આવેલું છે ?

હિંગળાજ માતા પાકિસ્તાન આવેલ બલૂચિસ્તાન પ્રાંતની રાજધાનીના શહેર કરાચીથી
250 કી.મી ઉત્તર -પશ્વિમ દિશા માં હિંગોલ નદીના તટ પર લ્યારી તાલુકા (તહસીલ) આવેલા makrana ના તટિય ક્ષેત્ર હિંગળાજ ખાતે સ્થિત એક હિન્દુ મંદિર છે.આ મંદિર હિન્દુ ધર્મ ની 51 શક્તિ પિઠો માનું એક માનવમાં આવેછે.

       "ચારણો અને ક્ષત્રિઓની પ્રથમ કુળદેવી હિંગળાજ માતા હતા. જેમનું નિવાસ સ્થાન પાકિસ્તાન માં હતું. હિંગળાજ નામ ઉપરાંત હિંગળાજ દેવીનું ચરિત્ર અથવા એમના વિશે નો ઇતિહાસ અત્યાર સુધીનો અપ્રાય રહ્યો છે.

 એવું કેહવામાં આવે છે, કે હિન્દુ ગંગાજળ માં સ્નાન કરે કે પછી અયોધ્યામાં જાય કે ઉત્તરી ભારત ના મંદિરો જઈ ને અર્ચના કરે જો તેમણે હિંગળાજ યાત્રા નથી કરી તો તેમની તીર્થ યાત્રા અધૂરી છે. હિંગળાજ માતાના મંદિરે દર વર્ષે માર્ચ માં (હિંગળાજ માતા ની જયંતી નિમિતે)હજારો હિન્દુઓ પહુંચે છે.માતા નું આ માત્ર એવું શક્તિપીઠ જેની પુજા મુસલમાન પણ કરે છે

👉    આ શક્તિપીઠ પાકિસ્તાનમાં જ કેમ ?


   પૌરાણિક કથા અનુસા દક્ષ રાજાએ યોજેલ મહાયજ્ઞ્ન માં પોતાના પતિ શિવનું સ્થાન ન જોતાં દક્ષ પુત્રી સતી એ પોતાની જાતને ચમકતી આગમાં હોમી દીધી. આ સમાંચાર ની જાણ શિવજી ને થતાં જ તેમણે રોદ્ર સ્વરુપ ધારણ કરી સતીના નિર્જીવ દેહ ને હાથમાં લઈ તાંડવ નૃત્યનો પ્રારંભ કર્યો .

શિવજીના પ્રચંડ ક્રોધથી બ્રહમાંડ ને બચાવવા બાગવાન વિષ્ણુ સુદર્શન ચક્ર નો ઉપયોગ કરી ને સતીના નિર્જીવ શરીરને 51 ટુકડાઓ માં વિભાજિત કર્યા . આ એકાવન ટુકડા પૃથ્વી પર વિવિધ સ્થળે પડ્યા અને શક્તિપીઠ તરીકે સ્થાપિત થયા . આ બધા જ એકાવન સ્થાને પવિત્ર ભૂમિ  માનવમાં આવે છે.

 

👉 પુરાણો મુજબ:


     અહી સતી માતાના  શરીર ને ભગવાન વિષ્ણુ ના સુદર્શન ચક્ર વડે કપાય જવાને કારણે અહી એમનું માથું પડ્યું હતું . આ માટે આ સ્થાને ચમ્ત્કરી અને દિવ્ય માનવમાં આવે છે. અહીના સ્થાનીય લોકો હિંગળાજ માતાને શ્રદ્ધાથી "નાનીનું હજ', નાની નું મંદિર " કહે છે. નાની ની અર્થ અહી ઈરાન ની દેવી અનહિતાથી છે. માતાના દર્શન માટે ગુરુનાનક પણ અહી આવ્યા હતા.