જાણો કેદારનાથ વિશે !! (history of kedarnath tample)

                                કેદારનાથ

 

કેદારનાથ જ્યોતિર્લિંગ અથવા કેદારનાથ ધામ  એ ભગવાન મહાદેવ ને સમર્પિત એવું હિંદુઓનું પવિત્ર ધામ છે. આ ધામ હિમાલય ની ગિરિમાળામાં ગઢવાલ ક્ષેત્રમાં ભારત ના ઉત્તર ભાગમાં આવેલા ઉતરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ મંદાકિની નદીને કિનારે આવેલું છે.

                                                         

  કેદારનાથ મહાદેવ નો ઈતિહાસ

પૌરાણિક માન્યતા અનુસાર આ મંદિર પાંડવો એ બંધાવ્યું હતું અને શ્રી આદિ શંકરાચાર્યએ તેનો પુનરોદ્ધાર કરાવ્યો હતો. 

  સ્કંદપુરાણ અનુસાર ભગવાન શિવજી પાર્વતિને કહે છે, " આ કેદારનાથ ધામ એટલું  જ પ્રાચીન છે , મારા વડે  જ આ સ્થાન પર સૃષ્ટિ માટે બ્રહ્માના રૂપમાં બ્રમ્હત્વ  પ્રાપ્ત કરી સૃષ્ટિ નિર્માણ નો શુભારંભ થયો હતો અને ત્યારથી જ આ કેદારખડ મારૂ ચીર નિવાસ એવમ ભૂ-સ્વર્ગમાન બની રહ્યું છે."

સંપૂર્ણ હિમલય પાંચ ખંડ માં વિભાજિત છે, જેમાં કેદારખંડ ની મહિમા સૌથી અધિક છે . કવિ કાલિદાસે પણ 'અસત્યુતરસ્યા દિશી દેવ્તાત્મા ' કહી આ ઉત્તર દિશાને જ દેવતાનું નામ દીધું સે - મહાભારતમાં પણ આ સમગ્ર ખંડમાં મંદાકિની ,અલકનંદા એવમ સરસ્વતી નદીઓનો ઉલ્લેખ મળે છે.


  કોને બનાવ્યું કેદારનાથ મંદિર ?

એવુ કહેવાય છે કે આદિ ગુરો શંકરાચાર્યએ કેદારનાથ મંદિરની સ્થાપના કરી હતી. આ મંદિરનુ નિર્માણ પાંડવોએ હજારો વર્ષ પહેલા કરાવ્યુ હતુ. આ મંદિરની પુનઃ સ્થાપના આદિ શંકરાચાર્ય દ્વારા આઠમી સદીમાં કરવામાં આવી હતી. પાંડવો દ્વારા દ્વાપર યુગમાં આ સ્થળે શિવજીનું મંદિર બનાવવામાં આવ્યું હતું. એવો ઉલ્લેખ છે કે મહાભારત કાળમાં પણ આ સ્થળે ભગવાન શિવજીનું સ્થાન હતું અને કેદારનાથ ખાતે જ પાંડવોએ ભગવાની શિવજીને રીઝવ્યા હતા. હિમાલયની ચાર-ધામ યાત્રા પૈકી એક યાત્રા કેદારનાથની હોય છે.

    



                                        

👉   ભારત માં કઈ બાજુ આવેલું છે ?

કેદારનાથએ ભારત દેશના ઉત્તરભાગમાં આવેલા ઉતરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જીલ્લા આવેલુ છે, જે બાર જ્યોતિર્લીંગો પૈકીના એક એવા શ્રી કેદારનાથ મંદિર માટે પ્રખ્યાત છે. અહીંનો વહીવટ કેદારનાથ નગર પંચાયત દ્વારા કરવામાં આવે છે. આ દુર્ગમ સ્થળે જવા માટે સડક માર્ગ ઉપલબ્ધ નથી, આથી પગપાળા , ઘોડા પર સવાર થ‌ઇ અથવા પાલખી દ્વારા જ‌વું પડે છે. હિમાલય માં આવેલા ચારધામ પૈકીનું આ એક ધામ ગણાય છે. 


આ સ્થળ દરિયાઈ સપાટીથી ૩૫૮૩ મીટર ( ૧૧,૭૫૫ ફૂટ ) જેટલી ઉંચાઈ પર આવેલું હોવાને કારણે અહી વર્ષના છ મહિના જેટલો સમય બરફ છવાયેલો રહે છે. કેદારનાથ મંદાકિની નદીના કિનારે વસેલું છે. ત્યાંથી ઉપરના ભાગમાં ચોરાબારી ગ્લેશીયર આવેલું છે