જાણો ઓમકારેશ્વર જ્યોતિલીંગ વિશે (history of omkareshvar tample)
ઓમકારેશ્વર
ઓમકારેશ્વર જયોર્તિલિંગ ક્યાં આવેલું છે?
આ સ્થળ ભારતના દેશના મધ્ય પ્રદેશ રાજ્યોના ખંડવા જિલ્લામાં માં આવેલું છે. મધ્ય પ્રદેશના મોર્તક્કાથી આ સ્થળ ૨૦ કિમી દૂર આવેલું છે. આ સ્થળ પવિત્ર નદી નર્મદાથી બનેલું છે. આ નદીએ ભારતની પવિત્ર નદીઓમાં ની એક મનાય છે, જેના પર વિશ્વનો એક મોટો બંધ બંધાયો છે. તેનું નામ છે સરદાર સરોવર જે ગુજરાત રાજ્યનાં આવેલો છે.
ॐ શબ્દની ઉત્પત્તિ…
પુરાણોમાં વાયુપુરાણ અને શિવમહાપુરાણમાં ઓમકારેશ્વર મહાદેવનું વર્ણન છે. એવું માનવામાં આવે છે કે આ જ મંદિરમાં ભગવાન શિવના પરમભક્ત ભગવાન કુબેરે તપસ્યા કરી હતી અને શિવલિંગની સ્થાપના કરી હતી. ધાર્મિક માન્યતાઓ અનુસાર કુબેરને સ્નાન કરવા માટે અહીંયા ભગવાન શિવે પોતાની જટામાંથી ગંગા નદી ઉત્પન્ન કરી હતી. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ ॐ ના આકારમાં છે અને એટલા માટે તેમને ॐકારેશ્વર કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે અહીંયા જ ॐ શબ્દની ઉત્પત્તિ ભગવાન બ્રહ્માના મુખથી થઈ હતી.
જાણો દંતકથા વિશે
ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ સાથે સંકળાયેલી અમુક દંતકથાઓ છે. તેમાંથી ત્રણ ઘણી પ્રચલિત છે.
👉 પ્રથમ કથા :
પ્રથમ કથા એ વિંઘ્ય પર્વત વિશે ની છે. એક સમયે નારદ મુનિ (બ્રહ્માજીના પુત્ર) કે જેઓ પોતાના અખંડ વિશ્વ ભ્રમણ માટે જાણીતા છે તેમણે વિંધ્યપાર્વતની મુલાકાત લીધી. પોતાની તીવ્ર વાણીમાં તેમણે વિંધ્યને મેરુ પર્વતની મહાનતા સંભળાવી. આને કારણે વિંધ્યને મેરુની ઈર્ષ્યા ઉપજી અને તેણે મેરુ કરતા મોટા બનવાનો નિર્ણય કર્યો. મેરુ કરતાં મોટા બનવા વિંધ્ય એ શિવજીની ઉપાસના શરૂ કરી. વિંધ્યે શિવના પાર્થિવ લિંગ અને ઓમકારેશ્વરની લગાતાર છ મહિના સુધી પૂજા કરી અને કઠોર તપસ્યા કરી. આથી શિવ પ્રસન્ન થયા અને તેને ઈચ્છિત વરદાન આપ્યું. સર્વ દેવો અને ઋષિ મુનિઓની વિનંતિથી શિવ એ લિંગના બે ભાગ કર્યાં. એક ભાગ ઓમકારેશ્વર કહેવાયો અને બીજો ભાગ મામલેશ્વર કે અમરેશ્વર કહેવાયો.
ભગવાન શિવ એ વિંધ્યને વધવાનું વરદાન તો આપ્યું પણ એ શરત રાખી કે તે ક્યારેય શિવ ભક્તોના માર્ગમાં આડો નહિં આવે. વિંધ્યે વધવાનું ચાલું કર્યું પણ પોતાનું વચન પાળ્યું. તેણે સૂર્ય અને ચંદ્રનો માર્ગ પણ રોક્યો. સર્વ ઋષિમુનિઓ મદદ માટે અગસ્ત્ય ઋષિ પાસે ગયાં. અગસ્ત્ય મુનિ તેમના પત્ની સાથે વિંધ્ય પાસે આવ્યાં અને તેને મનાવી લીધો કે જ્યાં સુધી તેઓ અને તેમના પત્ની પાછાં નહીં ફરે ત્યં સુધી તે વધશે નહીં. તેઓ ફરી પાછાં ફર્યાં જ નહીં અને વિંધ્ય વધ્યો નહીં. મુનિ અને તેમના પત્ની શ્રી શૈલમમાં સ્થાયી થયાં જેને ત્યારથી દક્ષિણની કાશી કહેવાય છે અને તે દ્વાદશ જ્યોતિર્લિગમાંનો એક છે.
👉 બીજી કથા :
બીજી કથા અનુસાર રાજા મંધાતને સંબંધિત છે. ભગવાન રામના પૂર્વજ ઈક્ષ્વાકુ કુળના રાજા મંધાતએ ભગવાન શિવની ઉપાસના કરીને તેમને અહીં જ્યોતિર્લિઁગ સ્વરૂપે પ્રગટથવા મનાવ્યાં હતાં. અમુક વિદ્વાનો માને છે કે મંધાત રાજાના પુત્રો અંબરિશ અને મુકુંદ દ્વારા તીવ્ર તપસ્યા કરીને શિવને પ્રસન્ન કરાયાં હતાં. આને કારણે તે પર્વતનુઁ નામ મકંધાત પર્વત પડ્યું છે.
👉 ત્રીજી કાથા :
ત્રીજી કથા અનુસાર એક સમયે દેવો અને દાનવો વચ્ચે બીષણ યુદ્ધ થયું હતું જેમાં દાનવોની વિજય થયો હતો. દેવો માટે આ ખૂબ જ શરમ જનક વાત હતી. આથી તેમણે ભગવાન શિવની આરાધના કે તપશ્ચર્યા કરી. તેમની આરાધના ના ફળ સ્વરૂપે ભગવાન શિવ ઓમકારેશ્વર સ્વરૂપે પ્રગટ થયા અને દાનવોને પરાસ્ત કર્યાં