જાણો રામેશ્વરમ જ્યોતિલિંગ વિશે...(history of rameshvaram tample)
રામેશ્વરમ
રામેશ્વરમ મંદિર હિન્દુઓનું એક મુખ્ય ધાર્મિક અને પવિત્ર તીર્થસ્થાન છે. જે ભારતના તામિલનાડુ રાજ્યના રામેશ્વરમ શહેરમાં આવેલું છે. તે બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. આ મંદિર બધાં હિંદુ મંદિરોમાં સૌથી લાંબી પરસાળ ધરાવે છે. મંદિરના શિવલિંગની સ્થાપના ભગવાન રામે લંકા જતા પહેલા કરી હતી.
👉 તે ક્યાં આવેલું છે ?
તમિલનાડુના રામાનાથપુરમ જિલ્લામાં સ્થિત આ મંદિર ચાર ધામોમાંનું એક છે, હિન્દુ ધર્મના લોકો માને છે કે ચાર ધામ (બદ્રીનાથ, જન્નાથપુરી, દધારકા અને રામેશ્વરમ યાત્રા) ની મુસાફરી કરીને મુક્તિ મેળવી શકાય છે.
👉 રામેશ્વરમ વિશે જાણો :
આ મંદિર ને રામનાથસ્વામી મંદિર ના નામ થી પણ ઓળખવામાં આવે છે. આ ભગવાન શિવ નું મંદિર છે જે દેશભર માં પ્રસિદ્ધ મંદિર છે. રામેશ્વરમ માં દરેક વર્ષે લાખો શ્રદ્ધાળુ દર્શન માટે પહોંચે છે. શિવલિંગ ના રૂપ માં આ મંદિર માં મુખ્ય ભગવાન શ્રી રામનાથસ્વામી ને માનવામાં આવે છે. મંદિર લગભગ ૧૫ એકર વિસ્તાર માં બનેલુ છે. મંદિર માં તમને ઘણા પ્રકારના વાસ્તુશિલ્પી જોવા મળશે. મંદિર વૈષ્ણવવાદ અને શૈવવાદ નો સંગમ માનવામાં આવે છે. મંદિર માં કલાની સાથે સાથે ઘણા પ્રકારના અલગ અલગ શિલ્પી પણ જોવા મળે છે. એનું સૌથી મોટું કારણ મંદિર ને દેખરેખ તેમજ રક્ષા ઘણા રાજાઓ દ્વારા કરવાનુ છે.
👉 શું છે મંદિર પાછળનો ઈતિહાસ અને પૌરાણિક કથા
આ જ્યોતિર્લિંગના વિષે એવી માન્યતા છે કે, આ જ્યોતિર્લિંગની સ્થાપના સ્વયં હનુમાન પ્રિય ભગવાન શ્રીરામે કરી હતી. ભગવાન રામ દ્વારા સ્થાપિત કરવાના કારણે આ જ્યોતિર્લિંગને ભગવાન રામનું નામ રામેશ્વરમ આપવામાં આવ્યું છે. રામેશ્વરમ જ્યોતિર્લિંગ સ્થાપિત કરવાનો સબંધ પૌરાણિક ઘટનાથી બતાવેલો છે. જેમાં, ભગવાન શ્રી રામે પોતાની પત્ની દેવી સીતાને રાક્ષસરાજ રાવણની કેદથી મુક્ત કરવા માટે જે સમયે લંકા પર ચડાઈ કરી હતી , એ સમયે યુદ્ધ કરવાના પહેલાં શ્રી વિજયનો આશીર્વાદ મેળવવા માટે આ સ્થાન પર રેતથી શિવલિંગ બનાવી ભગવાન શિવની પૂજા કરી હતી. એ સમયથી આ જ્યોતિર્લિંગ હંમેશાં માટે અહીં સ્થાપિત થઇ ગયું.
આ ઉપરાંત અહીં બે શિવલિંગ છે, એક હનુમાનજીએ સ્થાપેલું અને બીજું સીતામાતાએ સ્થાપેલું. એની પાછળ એક પૌરાણિક વાર્તા છે, જેના પ્રમાણે રામ ભગવાને હનુમાનને વરદાન આપ્યું હતું કે
પ્રથમ હનુમાન દ્વારા લાવવામાં આવેલા શિવલિંગનાં દર્શન કર્યા બાદ જ સીતામાતા દ્વારા સ્થાપિત કરવામાં આવેલા શિવલિંગની પૂજા થશે. એ પરંપરા આજે પણ ચાલી આવે છે. રામેશ્વરમમાં હનુમાન મંદિર છે, જ્યાં તરતો પથ્થર આજે પણ દર્શન માટે રાખવામાં આવેલો છે. આ સિવાય પણ અહીં ઘણાં મંદિરો આવેલાં છે જે દરેક અલગ-અલગ ઇતિહાસ ધરાવે છે.
👉 શિવપુરણ અનુસાર :
શિવપુરાણ પ્રમાણે અહીં શ્રીરામએ લંકા પર ચડાઈ કરતાં પહેલા એક પથ્થરના પુલનું નિર્માણ કરાવ્યું હતું, જેના પર ચાલીને વાનરસેના લંકા પહોંચી હતી. ત્યારબાદ શ્રીરામે વિભિષણની વિંનતી બાદ ધનુષકોટિ નામના સ્થળે આ સેતુ તોડી નાંખ્યો હતો. આજે પણ જોવાથી રામસેતુનો કેટલોક ભાગ જોઈ શકાય
👉 જાણો મંદિરની કલાકારી વિશે :
દક્ષિણ ભારતના મંદિરો તેની સ્થાપત્યકળા અને બાંધણી માટે વિખ્યાત છે. તેમાં પણ રામેશ્વરમનું રામનાથસ્વામી મંદિર તો ભારતીય નિર્માણ કલા અને શિલ્પકલાનું એક સુંદર નમૂનો છે. રામનાથસ્વામી મંદિરનું પૂર્વીય ગોપુરમ્ 173 ફૂટ ઊંચું છે. મદિરની અંદર ઘણા બધા વિશાળ થાંભલાઓ છે, જે દેખાવે તો એક જેવા લાગે છે પરંતુ, નજીક જઈને ઝીણવટપૂર્વક જોઈએ તો ખબર પડશે કે દરેક થાંભલામાં જુદીજુદી કારીગરી જેવા મળશે. આ કારીગરી, વાસ્તુકલા, શિલ્પશૈલીઓ વગેરે શૈવવાદ અને વૈણ્વવાદથી પ્રભાવિત છે.